અમરેલી: હાલ મુખ્ય સેવિકાની પરીક્ષા અત્યાર સુધી સ્નાતક કક્ષાની લાયકાત પર લેવાતી હતી. જેમાં તમામ સ્નાતક મહિલા ઉમેદવાર પરીક્ષા આપી શકતી હતી. પરંતુ પંચાયત વિભાગે હવે આ પરીક્ષા હોમ સાયન્સ અને ચાઈલ્ડ ડેવલપમેન્ટનો કોર્ષ કરેલ મહિલા જ માન્ય રહેશે તેવો પરિપત્ર જાહેર કર્યો છે. ત્યારે અમરેલીમાં મહિલા ઉમેદવારોએ આ પરિપત્રનો વિરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી પરિપત્રમાં ફેરફાર કરવા માંગણી કરી હતી.મહિલા ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદનમાં જણાવ્યું હતું કે પંચાયત વિભાગ દ્વારા 27- 12-2021ના રોજ પરિપત્રમાં મુખ્યસેવિકાની શૈક્ષણિક લાયકાત માટે અચાનક ફેરફાર કરી નાખ્યા છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભૂતકાળમાં જે પરીક્ષા લેવાઇ હતી. તેમાં કોઈ પણ સ્નાતકની જ લાયકાત દર્શાવેલ હતી. હવે જ્યારે ફોર્મ ભરવાનો સમય નજીક છે. ત્યારે આ લાયકાતનો બદલાવ કરવો એ યોગ્ય ન કહેવાય .અનેક મહિલાઓ બે થી ત્રણ વર્ષથી આ પરીક્ષા માટે તૈયારી કરી રહી છે.
એક તરફ વર્ષોથી મુખ્યસેવિકામાં કોઈ જ પ્રકારની ભરતી થઈ નથી. પરિપત્રના કારણે ગરીબ પરિવારની દિકરીઓને અન્યાય થઈ રહ્યો છે. અનેક પરિવારની દિકરીઓ રઝળી પડશે. વર્ષોની મહેનત પાણીમાં જશે. ત્યારે પંચાયત વિભાગે કરેલ પરિપત્રમાં ફેરફાર કરવા તેમણે માંગણી કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide