મોરબીમાં ઉત્તરાયણે પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવ દયા ગૃપની ઉત્કૃષ્ટ સેવા

0
144
/
“મને બચાવો” નામના સંદેશ આપતા 700 જેટલા બેનરો વાહનોમાં લગાવી જનજાગૃતિનો પ્રયાસ

મોરબી : હાલ ધમાલ મસ્તી સાથે નિર્દોષ આનંદના પર્વ ગણાતા ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે મોરબીમાં ટાબરીયાઓમાં ક્રાઇટ ફેસ્ટિવલનો જબરો ફીવર સર્જાઈ છે. ઉત્તરાયણનું પર્વ લોકો માટે આનંદ અને પક્ષીઓ માટે મોતની સજા સમાન બની રહેતું હોય કાતિલ દોરીથી પક્ષીઓનો જીવ બચાવવા માટે પશુ-પક્ષી પ્રેમી સંસ્થા ઉમદા પહેલ કરી છે. જેમાં પક્ષીઓને બચાવવાના સંદેશ સાથે હેલ્પલાઇન નબર લોકો સુધી પહોંચાડવા અનોખી જનજગૃતિ હાથ ધરી છે.

મોરબીનું કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ છેલ્લા ચાર વર્ષથી પશુ-પક્ષીઓના જતન માટે સેવાપ્રવૃત્તિ કરે છે. જેમાં સંખ્યાબંધ પશુપક્ષીઓની સઘન સારવાર કરીને જીવ બચાવ્યા છે. પશુ-પક્ષીઓ ઉપર સર્પને પકડીને મારવાને બદલે સુરક્ષિત સ્થળે મૂકી દે છે. આ સંસ્થા 18થી 25 વર્ષના 50 જેટલા યુવાનો ચલાવે છે.આ સંસ્થા દરેક વખતે ઉત્તરાયણમાં કાતિલ દોરીથી ગંભીર રીતે ઘવાતા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવા ખડેપગે રહે છે. ત્યારે આ વખતે પણ ઉત્તરાયણ પર્વ ઉપર કાતિલ દોરીથી બચાવવા માટે આ સંસ્થા મેદાને આવી છે.પક્ષીઓનો જીવ બચાવવા માટે પક્ષીઓ કહેતા હોય તેમ મને બચાવો નામના પોસ્ટર બનાવ્યા છે. જેમાં ઉત્તરાયણે પક્ષીઓ ઘાયલ થાય તો તાત્કાલિક સારવાર મળે તે માટે આ સંસ્થાએ અત્યાર સુધીમાં પક્ષીઓના મને બચાવો, હેલ્પ, હેલ્પ, હેલ્પ અને સંસ્થાની હેલ્પલાઇન લખેલા પોસ્ટરો 80 જેટલી કારની પાછળ અને 650 જેટલી રીક્ષા પાછળ વિનામૂલ્યે લગાવ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/