અમરેલી: પેપર 10 વાગ્યે શરૂ થાય અને ઓબ્ઝર્વરને 10:30 કલાકે બોલાવ્યા!

0
42
/

અમરેલી: પેપર લીક કાંડમા સાૈરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર બેદરકારી પણ અેટલી જ જવાબદાર હાેવાનુ સામે અાવ્યું છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર પેપર શરૂ થાય તે પહેલા અહી મુકાયેલા અાેબ્ઝર્વર પેપરના બંડલનુ સીલ અકબંધ છે કે કેમ તે ચેક કરે છે. પરંતુ બાબરાની કાેલેજમા તાે પેપર શરૂ થયુ તે સમયે અાેબ્ઝર્વર હાજર જ ન હતા. પ્રિન્સીપાલ અને કલાર્કે અાેબ્ઝર્વરની ગેરહાજરીમા જ અા કાંડ અાચરી નાખ્યાે હતાે.

સામાન્ય રીતે યુનિવર્સિટીની પરીક્ષા 10:30 કલાકે શરૂ થતી હાેય છે. પરંતુ હાલમા શિયાળાે ચાલી રહ્યાે હાેય યુનિવર્સિટીઅે પેપરનાે સમય અડધાે કલાક વહેલાે કરી નાખ્યાે અને 10 વાગ્યે પેપર શરૂ થાય છે. દરેક પરીક્ષા સેન્ટરમા સરકારી કર્મચારીને અાેબ્ઝર્વર તરીકે મુકાય છે. જે પરીક્ષા શરૂ થવાના સમયે હાજર રહે છે. પરંતુ બાબરાની સરદાર પટેલ લાે કાેલેજના અાેબ્ઝર્વરને યુનિવર્સિટીઅે 10:30 કલાકે પેપર હાેવાનાે સમય ફાળવ્યાે હતાે. અામ પેપર તાે વહેલુ કરી દેવાયુ પરંતુ અાેબ્ઝર્વરને વહેલા અાવવા જણાવાયુ ન હતુ.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/