65 વર્ષીય ફાતિમા મુખીને કોરોનાના સંક્રમણ બાદ સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ મોત
પાલનપુર : તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાયરસ ને કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું છે. અહીં 65 વર્ષની એક મહિલાનું કોરોનાના સંક્રમણ બાદ સારવાર દરમિયાન મોત નોંધાયું છે. મહિલા પાલનપુરના ભાગળ ગામની રહેવાસી છે. કોરોનાના સંક્રમણ બાદ 65 વર્ષીય ફાતિમા મુખીને સારવાર માટે બનાસ મેડિકલની કોવિડ 19 હૉસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સારવાર કારગર ન નિવડતા મહિલાનું સોમવારે મોત થયું છે.
બનાસકાંઠામાં કોરોના કેસ :બનાસકાંઠા જિલ્લામાં હાલ 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. અત્યારસુધી સારવાર બાદ એક વ્યક્તિને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં કોરોનાને કારણે પ્રથમ મોત નોંધાયું છે. જ્યારે રાજ્યની વાત કરવામાં આવે તો રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધી રાજ્યમાં કુલ 3301 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 151 લોકોનાં કોરોનાને કારણે મોત થયા છે. 313 લોકો એવા છે જેમને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યના 33માંથી 30 જિલ્લામાં કોરોનાનું ઇન્ફેક્શન લાગી ચૂક્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide