ભરૂચ: જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાની જનતા પોતાના કામકાજ અર્થે આવતી હોય પરંતુ કચેરી જવાના માર્ગમાં વરસાદી પાણીનો નિકાલ નહીં તથા ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા રહે છે.
જેને લઇ જંબુસર તાલુકાની જનતાને પાણીમાં થઈ પસાર થવું પડે છે તથા વાહનો લઇ આવતા અરજદારોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાલુકા પંચાયત કચેરીના માર્ગમાં દર વર્ષે વરસાદી પાણીનો નિકાલ થતો ન હોય તથા તળાવ બની ગયું છે. છતાંય સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide