ટંકારા પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગમાર્ચ યોજાઈ

0
248
/

[પ્રતીક આચાર્ય] ટંકારા:  પીએસઆઈ તરીકે બી ડી પરમારની બદલી કરવામાં આવી હોય અને થાણા અધિકારીએ ચાર્જ સંભાળ્યો હોય ત્યારે ટંકારા શહેરમાં ફ્લેગ માર્ચ યોજી હતી અને પુરપાટ વાહનો ચલાવતા અને સ્ટાઈલ મારનાર નબીરાઓની હવે ખેર નથી તેમજ આડેધડ વાહન પાર્કિંગ સહિતના પ્રશ્નોને પોલીસ સ્ટાફે હાથ પર લીધા હોય જેથી નગરજનોમાં ખુશી જોવા મળી છે

ટંકારામાં ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવનારનો ત્રાસ વધુ હોય આવા ઇસમોને કાયદાનો પાઠ ભણાવવા પોલીસે કમર કસી છે તો વાહન પાર્કિંગ, રખડતા ઢોરો તેમજ અનલોકને પગલે મળેલી છૂટછાટ વિષે લોકોને માહિતગાર કર્યા હતા અને નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી ટંકારાના નવા પીએસઆઈએ આવતાવેંત પ્રાણ પ્રશ્નો હાથ પર લીધા હોય જેથી વેપારીઓ અને નગરજનોએ આવકાર્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/