અમરેલીના રાજુલામાં ગાડી સ્પીડમાં ચલાવવા જેવી સામાન્ય બાબતે ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા

0
30
/

અમરેલી: તાજેતરમા જિલ્લાના રાજુલામાં ગઈકાલે મોડી રાત્રે સ્પીડમાં ગાડી ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થતાં ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા કરાઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

હત્યા કરનાર આરોપી ઇજાગ્રસ્ત, સારવાર માટે ખસેડાયો
રાજુલાના છતડીયા રોડ પર આવેલ દેવ રેસિડન્ટમાં મોડી રાત્રે ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજર શુભોદીપ સુજીત ભદ્રની હત્યા કરવામાં આવી હતી. ગાડી સ્પીડમાં ચલાવવા જેવી સામાન્ય બાબતે તકરાર થતાં આ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનામાં હત્યા કરનાર આરોપી પ્રદ્યુમનસિંહ ગોહિલને પણ ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

રાજુલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ Dysp સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આરોપી પ્રદ્યુમનસિંહ ગોહિલ રાજુલાનો રહેવાસી છે જેને હાલ મહુવા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસે મૃતકનો કબજો લઈને પીએમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/