મોરબી : કોરોના ધીમો પડતા દિવાળીના તહેવારની રોનક બજારમાં જોવા મળી

0
63
/

દિવાળીની ખરીદીની ધીમીગતીએ જામતા માહોલથી છેલ્લા દિવસોમાં દરેક વસ્તુઓની ધૂમ ખરીદી થાય તેવી વેપારીઓને આશા અને ઉમીદ

મોરબી : હાલ સ્વયં શિસ્ત અને સાવધાનીથી હવે કોરોનાનું જોર ધીમું.પડ્યું છે.આપત્તિઓનો ખુમારી પૂર્વક સામનો કરીને ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થવાની મોરબીવાસીઓની જીંદાદિલી જન્મજાત છે. એટલે કોરોના જેવી મહામારીને ટક્કર આપી હમણાંથી તહેવારોના મહારાજા ગણાતા દિવાળીને લઈને શહેરની બજારોમાં આવેલો રોનક જ બતાવે છે કે આપત્તિઓ આવે ને જાય હમેશા મોરબીવાસીઓની ખુમારી જ જીતે છે.દિવાળી તહેવારોના ટાંકણે જ કોરોનાની ધાંતકતા ધીમી પડતા હવે દિવાળીનો ઝગમગાટ જ કોરોનાના અંધકારને દૂર કરશે તેવો મોરબીવાસીઓમાં આશાવાદ જન્મ્યો છે.

તમામ તહેવારો કરતા દિવાળીના તહેવારનું આગવું મહત્વ છે.કારણ કે , દીપોત્સવીનો તેજોમય પ્રકાશ દરેક જાતની આપતિઓના અંધકારને દૂર કરીને નિરાશાને જોજનો દૂર હડસેલી દે છે અને માણસમાં નવા ઉમંગ અને સ્ફૂર્તિ તથા જોશનો એવી રીતે સંચાર કરે છે કે માણસને મુશ્કેલીઓનો હિંમતભેર સામનો કરવાની સ્વયં શક્તિ મળે છે.ત્યારે મોરબીમાં દિવાળીના તહેવારોના સમયે કોરોનાનું જોર ધીમું પડ્યું છે.આથી લોકોમાં દિવાળીના તહેવારોની તન મન ધનથી ઉજવણી કરવાની અદભુત આશાનો સંચાર થયો છે.આમ પણ કોરોનાને કારણે લોકો સાતમ આઠમ ,નવરાત્રી સહિતના ઘણા બધા તહેવારો ઉજવી શક્યા ન હતા.તેથી હવે દિવાળીની ઉજવવા સજ્જ બન્યા છે.જેની સીધી અસર બજારોમાં ખરીદી ઉપર પડશે.દિવાળીના તહેવારોમાં વર્ષોથી દરેક ચીજવસ્તુઓની ખરીદીની ધૂમ ખરીદી થાય છે.ત્યારે હમણાંથી મોરબીની બજારોમાં દિવાળીની રોનક દેખાઈ છે.છેલ્લા બે દિવસથી બજારોમાં લોકોની અવર જવર વધી છે.

મોરબી શહેરની બજારોમાં દિવાળીના તહેવારોની હમણાંથી સારી અસર દેખાઈ છે.આમ પણ દિવાળીના તહેવારોને શરૂ થવાની હવે અઠવાડિયાની જ વાર રહી છે.ત્યારે બે દિવસથી ધીમીગતીએ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો હતો.અત્યાર સુધી સુમસામ રહેલી બજારોમાં હવે ધબકતી થઈ છે.આથી વેપારીઓના ચહેરા મલકાઈ ઉઠ્યા છે.જોકે લોકડાઉન પછી વેપાર ધંધો શરૂ થયા પણ બજારોમાં ઘરાકી જ ન હોવાથી સાતમ આઠમ સહિતના તહેવારોમાં પણ વેપારીઓ બગાસાં ખાતા જ જોવા મળ્યા હતા.તેથી હવે દિવાળીની ચમક હવે દેખાતા વેપારીઓમાં આશા જાગી છે.આગામી સમયમાં કપડાં ,સોના ચાંદીના દાગીના ,મકાનના રંગ ,રંગોળીના કલરો ,ફટકડા, મીઠાઈ ,ઘર સુશોભનની વસ્તુઓ સહિતની.મોટાભાગની વસ્તુઓમાં ઘરાકી જામે એવી વેપારીઓમાં ઉમ્મીદ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/