એક શખ્સે છરીથી હુમલો.કરી ગંભીર ઇજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
માળીયા : હાલ માળીયામાં મજૂરી કામના પૈસા મામલે યુવાન ઉપર ખૂની હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. બાદમાં આ બનાવ અંગે યુવાનની માતાએ એક શખ્સ સામે છરીથી હુમલો કરી પોતાના પુત્રને ગંભીર ઇજા કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ પણ હાથ ધરી છે.
આ બનાવની માળીયા (મી) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી) ના હાકમશાહપીરની દરગાહ પાસે રહેતા જુલેખાબેન કરીમભાઇ સામતાણી (ઉ.વ.૪૦) નામના મહિલાએ આરોપી અવેશભાઇ સુભાનભાઇ મોવર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના દિકરા હુશેન તથા આરોપી અવેશ સેન્ટીગ કામની મજુરીકામ કરતા હોય અને જે મજુરી કામના પૈસા બાબતે અગાઉ બોલાચાલી થયેલ હોય જે બાબતેનુ આરોપીએ મનદુઃખ રાખીને ગઈકાલે તા. ૩૦ ના રોજ સવારના અગીયાર વાગ્યાના અરસામા માળીયાની મેઈન બજારમાં એમનાબેનની દુકાન નજીક ફરીયાદીના દિકરાને ગાળો આપી ઝગડો કરી આરોપીએ તેના પાસેની છરી વડે ફરીયાદીના દિકરાને કાનના ભાગે તથા છાતીના ભાગે તથા જમણા પડખે છરીના ઘા મારી ગંભીર જીવલેણ ઈજા કરી નાશી છૂટ્યો હતો. આ બનાવની ફરિયાદ પરથી માળીયા પોલીસે આરોપી સામે કલમ ૩૨૬, ૩૨૪, ૫૦૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide