મોરબીમાં કોન્ટ્રાક્ટરની લોલમલોલના લીધે નવા બનતા વાવડી રોડની દયનિય હાલત

0
66
/
થોડા સમય પહેલા રોડ નબળા કામને લઈને સ્થાનિકોએ અટકાવ્યું હતું કામ : માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ પણ અટકાવી ઝડપથી યોગ્ય રીતે અધુરું કામ પૂરું કરવાની સૂચના આપી

મોરબી : હાલ મોરબીમાં નવા બની રહેલા વાવડી રોડને સીસીરોડ બનાવવાની કામગીરી શરૂઆતથી જ વિવાદાસ્પદ રહી છે. કોન્ટ્રાક્ટરની અણધડ કામગીરીથી નવા બનતા વાવડી રોડની ઘોર દુર્દશા થઈ ગઈ છે. થોડા સમય અગાઉ સીસીરોડ બનવવાની કામગીરી લોલમલોલ થતી હોવાથી સ્થાનિકોએ આ રોડનું કામ અટકાવી દીધું હતું. બાદમાં માર્ગ અને મકાન વિભાગે જવાબદાર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી જ્યાં સુધી અધુરું રોડનું કામ નિયમ મુજબ યોગ્ય રીતે ન કરે ત્યાં સુધી તેનું.પેમેન્ટ પણ અટકાવી દીધું છે.

શહેરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે રૂ. 6 કરોડના ખર્ચે મોરબીના વાવડી રોડ ઉપર કપિલા હનુમાનજીથી છેક વાવડી ચોકડી સુધી નવીનીકરણની કામગીરી ગત જાન્યુઆરી માસમાં શરૂ કરવામાં આવી હતી. લોકડાઉનને કારણે ત્રણ-ચાર મહિના બંધ રહ્યા બાદ સીસીરોડ બનાવવાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી. આ કામ પણ ત્રણથી ચાર મહિના જ ચાલ્યું હતું અને રોડ બનનાવાની કામગીરી લોલમલોલ થતી હોવાથી સ્થાનિકોએ થોડા સમય પહેલા જ આ રોડનું કામ બંધ કરાવ્યું હતું. રોડ હજુ પૂરો બન્યો જ ન હતો ત્યાં જ ખાડા પડવા લાગ્યા હતા. અને કાંક્રેટ દેખાવા લાગતા આ કામમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ અને એના બદલે માટીનો ઉપયોગ થતો હોવાના રોષ સાથે આ નબળી કામગીરીને પણ લોકોએ અટકાવી હતી.

હાલ વાવડી રોડનું કામ હાલ અધુરું છે અને કુલ દોઢેક કિમિના માર્ગના કામમાં હાલ 500 મીટર જેવું કામ બાકી છે. માર્ગ અને મકાન વિભાગે રોડના નબળા કામ મુદ્દે જવાબદાર ભાવનગરની કોન્ટ્રાક્ટ એજન્સીને નોટિસ ફટકારી હતી. આ મામલે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે નબળું કામ થતું હોવાથી આ રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી જે નબળું કામ કર્યું છે, તેનું યોગ્ય રીપેરીંગ નહિ કરે ત્યાં સુધી પેમેન્ટ અટકાવી દીધું છે અને ફરીથી કોન્ટ્રાક્ટરને આ રોડનું કામ ઝડપથી પણ યોગ્ય રીતે નીતિ નિયમો મુજબ કરવાની સૂચના પણ આપી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/