પરિણીતાએ સાસરિયાઓ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
હળવદ : તાંજેતરમા હળવદના મીયણી ગામે પરિણીતાનો પતિ તેના પુત્રને લઈને ઘરેથી નીકળી ગયો હોય તે મામલે પરિણીતાને સાસરિયાઓ મેણા ટોણા મારીને ત્રાસ આપતા હોવાની અને એટલું જ નહી તેના ભાઈ પાસેથી રૂપિયાની માંગણી કરીને ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે હળવદ પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી તેના સાસરિયાંઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના મીયણી ગામે રહેતી મીનાબેન જયંતીભાઇ પરમાર (ઉ.વ.૩૨) એ તેના સાસરિયા જયંતીભાઇ વસ્તાભાઇ પરમાર, નાગરભાઇ વસ્તાભાઇ પરમાર, મંજુબેન નાગરભાઇ પરમાર, પ્રવિણભાઇ નાગરભાઇ પરમાર, મંજુબેન પ્રવિણભાઇ પરમાર, મનિષભાઇ હરજીભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીના પતિ પોતાના દિકરા ઓમને લઇ કયાંક જુદા રહેવા જતા રહેલ છે અને ફરીયાદીના જેઠ-જેઠાણીઓ ફરીયાદીના પતિ તથા દિકરો ઓમ કયાં રહે છે તે જાણતા હોવા છતા ફરીયાદીને કહેતા નથી અને મેણા ટોણા મારે છે કે ‘તુ જ અમને એવી મળી છો, જેથી અમારૂ ઘર સમાજમા ફજેતે ચડેલ છે.’ તેમજ ફરીયાદીને પોતાના સાસુ સાથે બોલવાનુ થયેલ ત્યારે ફરીયાદીના બંને જેઠ-જેઠાણીઓ ઢીકા પાટુનો માર મારેલ હતો તેમજ ફરીયાદીના કાકાજીનો દિકરો મનિષભાઇ હરજીભાઇ પણ ફરીયાદીના પતિને ફરિયાદીના વિરૂધ્ધ ચઢામણી કરી જેમ ફાવે તેમ વર્તન કરી માનસિક ત્રાસ આપ્યો હતો અને ફરીયાદીના પતિએ ફરીયાદીના ભાઇને કહેલ કે રૂપિયા પચ્ચાસ હજાર આપીશ તો જ તારી બહેનને સારી રીતે રાખીશ તેમ કહી ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide