હળવદ : તાજેતરમા હળવદની 108 એમ્બ્યુલન્સ ટીમે સગર્ભાને સફળ ડિલિવરી કરાવી હતી. તેમજ અધૂરા મહિને જન્મેલ બાળકને કૃત્રિમ શ્વાસોશ્વાસ દ્વારા નવજીવન આપ્યું હતું.
ગઈકાલે તા. 8ના રોજ હળવદ 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમને હળવદ તાલુકાના અજીતગઢ ગામમાં ડિલિવરી કેસ માટે હોસ્પિટલ જવા કોલ આવેલ હતો. આથી, હળવદ 108 એમ્બ્યુલન્સ સેવા ટીમના પાયલોટ વનરાજસિંહ રાઠોડ અને EMT સુનિલભાઈ કેસ માટે રવાના થયા હતા. તેઓ ઘટનાસ્થળે પહોંચતા જાણવા મળ્યું કે સગર્ભા વાડી વિસ્તારમાં રહે છે. અને ડિલિવરી ત્યાં જ થઇ જઈ શકે તેમ છે. આથી, 108ની ટીમ દ્વારા સગર્ભાને તરત જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી. પરંતુ નવજાત શિશુ અધૂરા મહિને (7 મહિને) જન્મેલ હતું. આથી, બાળકનું વજન પણ સરખામણીએ ઓછું હતું.
આ ઉપરાંત, નવજાત બાળકના ધબકારા પ્રમાણમાં ખુબ જ ઓછા હતા. 108 ટીમના EMT સુનિલભાઈ ચાંડ્યાંએ પાઇલોટ વનરાજસિંહની મદદથી તાજા જન્મેલા બાળકને CPR તથા કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી વધુ સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આમ, હળવદ 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમે સગર્ભાને સફળ પ્રસુતિ કરાવી તેમજ નવજાત બાળકને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી જીવનદાન આપી માનવતા મહેકાવેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide