હળવદ : દારૂના ગુન્હામાં નામ નહીં ખોલવા માટે પોલીસના હેડ કોસ્ટબલ વતી 40 હજારની લાંચ લેતા એક ઝડપાયો

0
181
/
જામનગરમાં ACBની સફળ ટ્રેપ : હળવદના પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણ જાસ્માતભાઈ ચંદ્રલા અને તેના વતી લાંચ સ્વીકારનાર સામે ગુન્હો નોંધાયો

હળવદ : હાલ હળવદમાં ઝડપાયેલા દારૂના કેસની તપાસમાં જામનગરના એક શખ્સનું નામ નહીં ખોલવા માટે હળવદ પોલીસના હેડ કોસ્ટબલે 40 હજારની લાંચ માંગી હતી. જે લાંચની રકમ જામનગરમાં જ લાંચિયા પોલીસ કર્મીનો સાગરીત એન્ટી કરપશન બ્યુરોના હાથે રંગે હાથે ઝડપાઇ ગયો હતો.

આ એસીબીની ટ્રેપની જામનગર એસીબી પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં હેડ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ જસમતભાઈ ચંદ્રલા(પટેલભાઈ) એ જામનગરના એક શખ્સ પાસેથી તેનું દારૂના કેસમાં નામ નહીં ખોલવા માટે પહેલા રૂ.70 હજારની લાંચ માંગી હતી. પણ આ રકમ મોટી હોવાથી રકઝક થતા અંતે રૂ.40 હજારની લાંચ આપવાનું નક્કી થયું હતું. અને આથી આ મામલે એ શખ્સે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી અને જામનગર એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ લાંચની રકમ જામનગરમાં આપવાનું નક્કી થયા બાદ આજે હેડ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ જસમતભાઈ વતી ભરત ઉર્ફે ચોટલી હર્ષદભાઈ ચોહાણ જામનગર આઈટીઆઇ પાસે ચની કેબીન નજીક લાંચની રકમ લેવા પહોંચ્યો હતો અને ફરિયાદી સાથે રૂ.40 હજારની લાંચ લેતો આ શખ્સ ભરત ઉર્ફે ચોટલી હર્ષદભાઈ ચોહાણને જામનગર એસીબીએ છટકું ગોઠવીને ઝડપી લીધો હતો. હાલ એસીબીએ આ બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

ACBની આ સફળ ટ્રેપના ટ્રેપિંગ અધિકારી તરીકે એ.ડી.પરમાર, પોલીસ ઇન્સપેકટર, એ.સી.બી. પો.સ્ટે. જામનગર તથા જામનગર & દેવભૂમિ દ્વારકા એ.સી.બી. સ્ટાફ તેમજ સુપર વિઝન અધિકારી તરીકે એ.પી.જાડેજા, મદદનિશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટએ કામગીરી બજાવી હતી. અને આ લાંચની સમગ્ર ફરિયાદ ACBના ટોલ ફ્રી નંબર 1064 પર મળી હતી.

જ્યારે મોરબી જિલ્લાના હળવદ પોલીસનો હેડ કોન્સ્ટેબલ લાંચના ગુન્હામાં ઝડપાતા મોરબી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/