સ્ટેટ વિજિલન્સની કાર્યવાહી : રૂ. ૧૧.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત
હળવદ : તાજેતરમા હળવદમાં મોડી રાત્રીના સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી હતી અને શક્તિનગર પાસેથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને એક મેટાડોર સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના શક્તિનગર પાસે ગત મોડી રાત્રીના ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ કોર્ડએ દારૂ ભરેલી મેટાડોરને ઝડપી પાડી હતી. આ મેટાડોરમાંથી ૨૨૬૭ બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી રૂ. ૮.૧૫ લાખના દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે કુલ રૂપિયા રૂ. ૧૧.૩૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તેમજ આ દારૂના જથ્થા પાછળ હજુ કોણ-કોણ સંકળાયેલા છે, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide