લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હળવદ, મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા
હળવદ : હળવદ શહેરમાં બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા એક પરિવારમાં પિતા-પુત્ર વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થતા પુત્રએ ઉશ્કેરાઈ જઈ પિતાના માથાના ભાગે કુહાડીનો ઘા મારી દીધો હતો. જેને કારણે પિતાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ બસ સ્ટેશનના પાછળના વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ગાંડુભાઇ પરમાર અને તેમના પુત્ર વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી. જેથી, પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી બાદ પુત્રએ ઉશ્કેરાઈ જઈ પિતાના માથાના ભાગે કુહાડીનો ઘા માર્યો હતો. જેને કારણે કુહાડીનો ઘા લાગતાં હસમુખભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવારની વધુ જરૂર જણાતા તેઓને વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતાં અને ત્યાંથી પણ રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હળવદ પોલીસ મથકે આ બાબતનો કોઈ ગુનો દાખલ ન થયો હોવાનું જાણવા મળેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide