અમદાવાદ: હેડ ક્લાર્કની ભરતીના પેપર ફૂટ્યાં બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ ઉપરથી હટાવી એમની સામે કાયદેસરના પગલાં ભરવા, યુવાનોને વળતર ચૂકવવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંગ યાદવ અને મહેશ સવાણી બુધવારે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આ પહેલા તેઓ ગઈકાલે રાત્રે કલેક્ટર ઓફિસ ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવાના હતા. પરંતુ પોલીસે અટકાયત કરી હતી. જે બાદ મોડી રાતે તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
પ્રદેશ કાર્યાલય ખાત આમરણાંત ઉપવાસ
પોલીસે કલેક્ટર ઓફિસ પર ઉપવાસ ન કરવામાં આવતાં રાતે તેઓ પ્રદેશ કાર્યાલય ખાતે જ આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. પ્રદેશ કાર્યાલય બહાર કમ્પાઉન્ડમાં જ તેઓ ગાદલા નાખી ઉપવાસ પર બેઠા છે. મોડી રાતે પેપરલીક કૌભાંડ સામે લાવનાર યુવરાજસિંહ પણ પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તેઓએ ગુલાબસિંગ અને મહેશ સવાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide