મોરબી: જન સુવિધા કેન્દ્રમાં જ સોશ્યલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગની તસવીરો

0
40
/
યોગ્ય વ્યવસ્થાના અભાવે સોશ્યલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થયો

મોરબી : તાજેતરમા મોરબીમાં કોરોના કાળમાં અનલોક લાગુ થયા બાદ તમામ સરકારી કચેરીઓમાં કામગીરી પૂર્વવર્ત કરી દેવામાં આવી છે. આથી, વિવિધ કામગીરી માટે લોકોનો પણ સરકારી કચેરીમાં ભારે ઘસારો રહે છે. પણ આજે મોરબીના મામલતદાર કચેરીના જન સુવિધા કેન્દ્રમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે રેશનકાર્ડની કામગીરી કરવા આવેલા લોકોની એટલી હદે ભીડ જામી હતી કે લોકોએ રેશનકાર્ડની કામગીરી માટે પડાપડી કરતા સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા.

મોરબીમાં અનલોકનો તબબકો આગળ વધતા હવે જન સુવિધા કેન્દ્રમાં રેશનકાર્ડ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘણા સમયથી રેશનકાર્ડ સહિતની કામગીરી બંધ હોય અને આ કામગીરી ફરીથી ચાલુ થતા લોકોનો.પણ સરકારી કચેરીમાં વધુ ઘસારો જોવા મળ્યો હતો. જો કે આજે તો જાણે કોરોના સાવ ભુલાઈ જ ગયો હોય તે રીતે જન સુવિધા કેન્દ્રમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. ખાસ કરીને તંત્રએ યોગ્ય સુવિધા ન કરતા આજે ખુલ્લેઆમ સોશ્યલ ડિસ્ટન્સના ભંગના દ્રશ્યો સામે આવ્યા હતા. હવે જ કોરોનાનો કપરો કાળ શરૂ થયો છે. તેથી, લોકો વિવિધ કામસર બે ગજની દુરી રાખે તે બધાના હિત માટે અનિવાર્ય છે.

ખાસ કરીને સરકારી કચેરીઓમાં બે ગજની દુરીની જેમ લોકો વચ્ચે સામાજિક અંતર જળવાઈ રહે તે જોવાની તંત્રની ખાસ જવાબદારી છે. પણ અહીંયા તંત્ર આ જવાબદારી નિભવતામાં કાચું પડ્યું હતું. આથી, આજે રેશનકાર્ડ સહિતની કામગીરી માટે લોકોની ભીડ જામી હતી અને સોશ્યલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ થયો હતો. જન સુવિધા કેન્દ્રમાં યોગ્ય સુવિધાના અભાવે આ લોકોનું કિડીયારું ઉભરાઈ છે. આ ઉપરાંત, સ્ટાફ પણ ઓછો હોવાથી રેશનકાર્ડના નામ કમી કરવા, નવા નામો ચડાવવા સહિતની કામગીરી કરવા માટે દૂર દૂરથી આવેલા લોકોને હાલાકી પડી હતી.

શું કહે છે મામલતદાર?

આ બાબતે મોરબી ગ્રામ્ય મામલતદાર ડી. જી. જાડેજાએ જણાવ્યું હતું કે હાલ રેશનકાર્ડ માટે 1 થી 10માં અરજી લેવાની કામગીરી થતી હોય છે અને ભીડ નિવારવા તથા સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે તેવા સઘન પ્રયાસો કરાશે. અને આ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ ટોકન સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. ટોકન સિસ્ટમ પ્રમાણે લોકોની કામગીરી કરાશે. જેથી, સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહેશે તેમ તેમણે જણાવેલ હતું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/