હળવદ શહેરની શાળા નંબર 8માં 138 વિદ્યાર્થીઓ વચ્ચે એક માત્ર શિક્ષક

0
32
/
/
/

હળવદ : હાલ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વાંચે ગુજરાત, ભણે ગુજરાત જેવા સરકારના નારાઓ વચ્ચે હળવદમાં ક્યાંથી ભણે ગુજરાત નો નારો મજબૂત બનતો હોય તેવી સ્થિતિ વચ્ચે ધોરણ 1થી 5ના 138 વિદ્યાર્થીઓ વચ્ચે એક માત્ર સમ ખાવા પૂરતા શિક્ષક હોય વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ શાળા નંબર 8માં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ઘટ વચ્ચે કોરોના મહામારી બાદ શિક્ષણકાર્ય શરૂ થતાં શાળા અને વિદ્યાર્થીઓ વિચિત્ર મૂંઝવણ અનુભવી રહ્યા છે. શિક્ષકોની અછત વચ્ચે અહીં ધોરણ 1થી5માં 138 વિદ્યાર્થીઓ દરરોજ નિયમિત રૂપે અભ્યાસ માટે આવી રહ્યા છે.

પરંતુ શિક્ષણ અને શિક્ષકોની કરુણતા એ છે કે અહીં ધોરણ એકથી પાંચના પાંચ વર્ગ માટે એક માત્ર શિક્ષક છે. જે તમામ 138 વિદ્યાર્થીઓને સાચવી શકે તેવી સ્થિતિ નથી. આમ છતાં તેઓ દ્વારા તમામ બાળકોના ભવિષ્યની ચિંતા કરી શિક્ષણ આપી રહ્યા છે.

આ સંજોગોમાં, વાંચે ગુજરાત… ભણે ગુજરાત જેવા સૂત્રો આપનાર ગુજરાત સરકાર ગુજરાતના ભાવિની ચિંતા કરી વહેલી તકે પૂરતા શિક્ષકોની ભરતી કરે તેવી ગ્રામજનો પણ માંગ ઉઠાવી રહ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner