મોરબી બાર એસો.ની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવાર રેસ માં

0
98
/

ઉપપ્રમુખ અને સેક્રેટરી પદ માટે બે-બે ઉમેદવાર, જોઈન્ટ સેક્રેટરી પદ માટે 3 ઉમેદવાર અને કારોબારી સભ્ય પદ માટે 6 ઉમેદવાર

મોરબી : હાલ મોરબીમાં બાર એસોસિએશનની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે પ્રમુખ પદ માટે ત્રણ, ઉપપ્રમુખ અને સેક્રેટરી પદ માટે બે-બે ઉમેદવાર, જોઈન્ટ સેક્રેટરી પદ માટે 3 ઉમેદવાર અને કારોબારી સભ્ય પદ માટે 6 ઉમેદવાર મેદાને રહ્યા છે.

બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે જીતેન્દ્રસિંહ જાડેજા, અશોકકુમાર ખુમાણ, પ્રાણલાલ માનસેતાની ઉમેદવારી રહી છે. બાર એસોસિએશન ઉપપ્રમુખ પદ માટે ચિરાગ કારીયા, દિપક ઓઝા તેમજ સેક્રેટરી પદ માટે જીતેન અગેચણીયા, બાબુભાઇ હડિયલ, જોઈન્ટ સેક્રેટરી પદ માટે કાસમ ભોરિયા, ગૌરવ છત્રોલા, યોગરાજસિંહ જાડેજા, કારોબારી સભ્ય પદે ગોસ્વામી હિરેનગિરી, જાડેજા ઉદયસિંહ, પુજારા મયુર, સંખેસરીયા કલ્પેશ, ઉધરેજા દિવ્યેશ, વાધડીયા નિધિની ઉમેદવારી રહી છે

17મીએ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે

બાર એસોસિએશનની ચૂંટણીમાં આગામી તા. 17ને શુક્રવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાવાની છે. આ મતદાન સવારે 10 કલાકથી 2 વાગ્યા સુધી બાર રૂમ, ન્યાય મંદિર, લાલબાગ, મોરબી-2 ખાતે થશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/