મોરબીમાં ત્રણ વર્ષ અગાઉ ૩.૭૯ લાખની ઉચાપત કરનાર સબ પોસ્ટ માસ્તર ધરપકડ

0
112
/

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ પી.પી.ડબ્લ્યુ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરે ત્રણ વર્ષ પહેલાં રૂ.3.78 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાયા બાદ બી ડિવિઝન પોલીસ આરોપી સબ પોસ્ટ માસ્તરની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉચાપત કેસની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી પોસ્ટ ઓફિસના કર્મચારી યોગેશભાઈ કનૈયાલાલ જોશીએ આ પી.પી.ડબ્લ્યુ પોસ્ટ ઓફિસના અગાઉના સબ પોસ્ટ માસ્તર નિલેશભાઈ રામદાસભાઈ નિમાવત ઉ.વ.46 રહે તરઘરી, માળીયા સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી નિલેશભાઈ નિમાવત ગત તા.28/9/2016,થી તા.5/12/16 દરમ્યાન પી.પી.ડબ્લ્યુ પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા હતા.તે દરમ્યાન આ સબ પોસ્ટ માસ્તરે પોસ્ટ ઓફિસના રૂ.3.78 લાખ સરકારી નાણાંને ચોપડે બંધ સિલક દર્શવાને પોતાના અંગત ઉપયોગ માટે હાથ ઉપર રાખીને આ સરકારી નાણાંની ઉચાપત કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે પોસ્ટ ઓફિસમાંથી રૂ.3.78 લાખની ઉચાપત કરનાર અગાઉના સબ પોસ્ટ માસ્ટર નિલેશભાઈ નિમાવતની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/