મોરબીની સુપર માર્કેટમાં ડઝનબદ્ધ દુકાનોના તાળા ખોલી ચોરીનો બનાવ

0
550
/
વહેલી સવારમાં ચાવીનો જુડો લઈને આવેલા સ્માર્ટ ચોરે એક પછી એક અનેક દુકાનોને નિશાન બનાવતા જાણભેદુ હોવાની આશંકા : તસ્કરો સીસીટીવીમાં કેદ

મોરબી : મોરબીના કોમર્શિયલ હબ ગણાતી સુપર માર્કેટમાં અજીબો ગરીબ રીતે ચોરીને અંજામ આપી એક તસ્કરે તાળા તોડી ને નહિ પણ તાળા ખોલીને સાડી, પાર્લરનો સામાન, રોકડ સહિતની ચોરી કરતા વેપારી આલમ સ્તબ્ધ થઈ ગયું છે. જો કે આ તસ્કરના તમામ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ તા.26 ડિસેમ્બરે વહેલી સવારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાં માથા ઉપર ટોપી અને મો ઉપર રૂમાલ બાંધીને ચાવીઓના જૂડા સાથે તસ્કરની એન્ટ્રી થઈ હતી અને પોણા ચારેક વાગ્યાથી ક્રમશ: એક પછી એક દુકાનના તાળા ખોલી આરામથી ચોરીને અંજામ આપ્યો હતો.

વધુમાં સુપર માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ વહેલી સવારમાં ત્રાટકેલા ચોરે અહીંની એક સાડીની દુકાનમાંથી દસેક જેટલી સાડી, પાર્લરની દુકાનમાંથી કેટલીક ચીજવસ્તુઓની સાથે રોકડ ચોરવાની સાથે અન્ય આઠથી દસ દુકાનોના શટરના તાળા ખોલી આરામથી ચોરીને અંજામ આપી રોકડ અને અન્ય ચીજો તફડાવી ગયો હતો.નોંધનીય છે કે સુપર માર્કેટમાં ઠેક ઠેકાણે સીસીટીવી કેમેરા લાગેલા હોય એ જાણભેદુ તસ્કરની તમામ હરકતો સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને તસ્કર કન્યા છાત્રાલય રોડ તરફથી સુપર માર્કેટમાં ઘૂસ્યો હોવાનું સ્પષ્ટ બન્યું હતું. જો કે ચાવીના જૂડા સાથે આવેલ આ ચોર તમામ દુકાનોથી વાકેફ હોવાનું પણ ફલિત થઈ રહ્યું છે ત્યારે વેઓરીઓ દ્વારા પોલીસ ફરીયાદ કરવા તજવીજ હાથ ધરાઈ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/