અમદાવાદમાં આરોગ્ય મંત્રીએ 108ની સિટિઝન મોબાઈલ એપ લોન્ચ કરી, 176 નવી એમ્બ્યુલન્સને લીલીઝંડી

0
61
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે. 29 ઓગસ્ટ, 2007થી 108નો પ્રારંભ થયો હતો. આ સેવાનો વ્યાવ જળવાઈ રહે તે માટે જુની એમ્બ્યુલન્સોને બદલીને નવી એમ્બ્યુલન્સની સંખ્યા તથા લોકેશનો વધારવા સરકારે બજેટમાં જોગવાઈ કરી હતી. જેના અનુસંધાને આજે અમદાવાદમાં આરોગ્યમંત્રીએ નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. તેમણે અમદાવાદમાં કઠવાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સ સેન્ટર ખાતે “સીટીઝન મોબાઇલ એપ’નુ પણ લોન્ચિંગ કર્યું હતું.

કુલ એમ્બ્યુલન્સોની સંખ્યા 800 થશે
આરોગ્યમંત્રીએ કહ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી મોદીના દૂરંદેશીતાના પરિણામે 2007માં 53 જેટલી એમ્બ્યુલન્સની સેવાઓ સાથે રાજ્યભરમાં શરૂ કરાયેલી 108ની સેવા આજે 800 એમ્બ્યુલન્સના બળ સાથે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારીને ખિલખિલાટ, અભયમ હેલ્પલાઇન-181, 104, કરુણા એમ્બ્યુલન્સ સેવાઓ નાગરિકો માટેની સેવામાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત બની છે. આ સેવાઓ શહેરી વિસ્તારો સુધી સીમિત ન રહીને રાજ્યના દૂર-સુદૂર અને આંતરિયાળ વિસ્તારોમાં સફળતાપૂર્ણ વિસ્તરણ પામીને અસરકારક પરિણામો આપી રહી છે. વર્ષ 2021-22 માં કાર્યરત 624 એમ્બ્યુલન્સોમાં નવી 176 એમ્બ્યુલન્સનો ઉમેરો થતાં કુલ એમ્બ્યુલન્સોની સંખ્યા 800 થશે.

108 સીટીઝન મોબાઈલ એપ્લીકેશનના ફીચર્સ
અધ્યતન ટેકનોલોજીના માધ્યમ દ્વારા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા થકી તાત્કાલિક આરોગ્ય સારવાર પુરી પાડતુ દેશનું પ્રથમ રાજ્ય છે. આ એપ્લીકેશન દ્વારા સિટીઝન મોડ્યુલ, ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર મોડ્યુલ, પાયલોટ (ડ્રાઇવર) મોડયુલ, ઇમરજન્સી મેડીકલ ટેકનીશીયન મોડ્યુલ અને હોસ્પીટલ મોડ્યુલ કાર્યરત કરાયા છે.આ એપ્લીકેશન દ્વારા ઓછા સમયમાં ઝડપથી દર્દીને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવા અને સારવાર આપવા મદદરૂપ બનશે.કોલ સેન્ટરમાં કોલ કર્યા વિના આસપાસના વિસ્તારમાં ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી એપ્લીકેશન થકી બોલાવી શકાશે.મોબાઇલ એપ્લીકેશન મારફતે જો કોઇ ઘટના સ્થળેથી કોલ કરે તો કોલ કરનારનુ ચોક્કસ સ્થળ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ ગુગલના નકશાના લેટ લોંગ સાથે મળી જશે, જેથી રિસ્પોન્સ સેન્ટરમાં ટેલીફોન ઓપરેટર દ્વારા ઘટના સ્થળ સહિતની માહિતી મેળવવા માટે સમયનો બચાવ થશે.

એમ્બ્યુલન્સ ક્યાં પહોંચી તેની રીયલ ટાઈમ માહિતી મળશે
કોલ કરનાર વ્યક્તિ ઘટના સ્થળે આવી રહેલ 108 એમ્બ્યુલન્સનો પહોંચવાનો અંદાજીત સમય તેમજ ક્યાં પહોંચી છે તેની રીયલ ટાઇમ માહિતી મેળવી શકશે. ઘટનાસ્થળે મદદ માટે આવતી એમ્બ્યુલન્સનું લાઈવ ટ્રેકિંગ કરી શકાશે.108 મોબાઇલ એપ્લીકેશનના માધ્યમથી કોલ કરનાર વ્યક્તિ ઘટના સ્થળની નજીકમાં આવેલ તમામ સરકારી તેમજ પસંદગીની ખાનગી હોસ્પિટલ અને બ્લડ બેંકની માહિતી મેળવી શકશે તેમજ ઉપલબ્ધ બ્લડ ગ્રુપની માહિતી પણ જાણી શકશે.મોટા અકસ્માતોનાં કિસ્સામાં ઘટના સ્થળનાં ફોટો ગ્રાફ્સ મોબાઈલ એપ થકી અપલોડ કરી શકાશે જેથી કમાંડ સેન્ટર ખાતે મોટી ઘટનાની ગંભીરતા અને અસર વિશેની જાણકારી મળી શકશે અને એક કરતા વધુ એમ્બ્યુલન્સની જરૂરીયાત હોય તો તાત્કાલિક વધુ એમ્બ્યુલન્સો મદદ માટે ઘટના સ્થળે મોકલી શકાશે.

1.29 કરોડ કરતા વધુ ઇમરજન્સી કેસમા પ્રતિસાદ
108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ 3500 જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે.108 નંબર પર આવેલા ૯૫% જેટલા ફોન કોલને પ્રથમ બે રિંગમાંજ પ્રતિસાદ આપવામાં આવે છે જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે. દર 24 સેકન્ડે એક 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના થાય છે. 14 વર્ષના સમયગાળામાં 1.27 કરોડ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા, 1.8 લાખથી વધુ લોકોનેન સેવા આપવામા આવી છે. આમ કુલ 1.29 કરોડ કરતા વધુ ઇમરજન્સી કેસમા પ્રતિસાદ આપેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/