મોરબી જિલ્લામાં આજે વધુ નવા 18 કોરોના કેસ નોંધાયા

0
155
/
  • મોરબીની નાલંદા અને ન્યુ એરા સ્કૂલ, ટંકારાની આર્ય વિદ્યાલય અને રાજકોટની દર્શન ઇન્સ્ટિટયૂટમાં એક-એક વિદ્યાર્થી પોઝિટિવ

  • મોરબી શહેરમાં 9, ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા : ટંકારા ગ્રામ્યમાં 1 અને માળિયા ગ્રામ્યમાં 3 કેસ

 

મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના નવા 18 કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં 9 અને મોરબી ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. સાથે આજે જિલ્લાની વધુ બે શાળામાં કોરોનાનો પ્રવેશ થયો છે.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ વિદ્યાર્થીઓ વધુ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આજે જિલ્લામાં કુલ 18 કેસ નોંધાયા છે. આજે જિલ્લાની 2 નવી શાળાઓમાં કોરોનાનો પ્રવેશ થયો છે. શહેરની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ અને ટંકારાની આર્ય વીદ્યાલયમાં કોરોનાના પ્રથમ એક-એક કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત નાલંદા વિદ્યાલયમાં પણ એક કેસ આવ્યો છે. સાથે રાજકોટની દર્શન ઇન્સ્ટિટયૂટમાં પણ જિલ્લાનો વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/