ટંકારામાં ચાલુ વરસાદે ડામરકામ પુલિયાના કામમાં લોટ-પાણીને લાકડા

0
72
/
પ્રારંભથી જ વિવાદિત પુલિયાના કામમાં લોટ-પાણીને લાકડા રોકવા ઈજનેર બાસીડા તાબડતોબ ટંકારા દોડી ગયા

ટંકારા : મોરબી -રાજકોટ હાઈવેના લોટ-પાણીને લાકડા જેવા કામમાં પંચવર્ષીય યોજનાની જેમ ચાલી રહેલ ઓવરબ્રિજના કામમાં આજે ટંકારામાં ચાલુ વરસાદે કોન્ટ્રાકટર દ્વારા ડામરકામ શરુ કરી દેવતા પ્રજામાં દેકારો બોલી ગયો છે. બીજી તરફ પ્રોજેક્ટના ઈજનેર સુધી ફરિયાદોનો મારો પહોંચતા ઈજનેર તાબડતોબ ટંકારા દોડી ગયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – રાજકોટ ફોરલેન કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા લોટ-પાણીને લાકડા જેવી નીતિ અપનાવતા રોડ બન્યા પહેલા જ ઠેકઠેકાણે ગાબડાં પડી ગયા છે અને ઠેર-ઠેર પેચવર્ક કરી થૂંકના સાંધા કરાયા છે. આ સંજોગોમાં મોરબી ભક્તિનગર સર્કલ, ટંકારા શહેર અને મિતાણા ગામ પાસે બનાવવામાં આવેલ ઓવરબ્રિજના કામ પંચ વર્ષીય યોજનાની જેમ પૂર્ણ જ થતા નથી ત્યારે આજે ટંકારા ઓવરબ્રીજમાં કોન્ટ્રાકટરે ચાલુ વરસાદે ડામરકામ શરૂ કરતા લોકોમાં દેકારો બોલી ગયો છે.

બીજી તરફ રાજકોટ મોરબી ફોરલેન હાઈવેના કામમાં ચાલુ વરસાદે ડામરકામ શરૂ કરવાની કોન્ટ્રાકટરની મૂર્ખતા કહો કે મેલી મુરાદ કહો તે અંગે પ્રોજેક્ટ ડેપ્યુટી ઈજનેર બાસીડાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરને વરસાદ દરમિયાન ડામરકામ શરૂ ન કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી આમ છતા ડામરકામ ચાલુ હોવાની ફરિયાદ મળી હોવાનું અને તેઓ હાલમાં તાબડતોબ ટંકારા પહોંચી રહ્યા હોવાનું મોરબી અપડેટને જણાવ્યું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/