મોરબી: પ્રધાનમંત્રી મહિલા ઘર યોજના હેઠળ સબસીડી સમયસર જમા ન થતી હોવાની રાવ

0
63
/
મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત

મોરબી : હાલ પ્રધાનમંત્રી મહિલા ઘર યોજના હેઠળ જમા થતી સબસીડી છેલ્લા 3 વર્ષથી ઘણા લોકોને જમા ન થયેલ હોવા અંગે સામાજિક કાર્યકર રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે છેલ્લા 3 વર્ષથી મહિલા ઘર યોજના હેઠળ આધાર ફાઇનાન્સ દ્વારા મકાન લેવા માટે લોન લીધેલ હોય તો પણ ત્યાં સબસીડી જમા થતી નથી. મોરબી જીલ્લાના છેલ્લા 3 વર્ષથી 100 જેટલા લાભાર્થીઓને સબસીડી જમા થયેલ નથી. આવા લાભાર્થીઓને આધાર ફાચનાન્સવાળા કે અન્ય ફાઇનાન્સવાળાઓ પાસે ધકકા ખવડાવે છે અને તેઓને પુછીએ તો કહે છે કે તમારી પ્રોસીજર ચાલુ છે. આ ઉપરાંત, કાચા મકાનના રીપેરીંગ માટે 3.50 લાખ રૂપીયાવાળી સબસીડી મળે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આવા અનેક લાભાર્થીઓને તેનો લાભ મળેલ નથી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/