મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી પૈસા પડાવનાર ત્રણેય શખ્સોની ધરપકડ

0
244
/
/
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હાલ મોરબીના સુખી પરિવારની સગીરાને સોશ્યલ મીડિયાના માધ્યમથી ફસાવી ત્રણ ઇસમોએ સર્વસ્વ લુંટી લીધું હતું એટલું જ નહિ આપત્તિજનક ફોટો અને વિડીયો બનાવી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હોય જે ગુનામાં પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લઈને તા. ૧૩ સુધીના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજુ કરીને જેલહવાલે કરવામાં આવ્યા છે

મોરબીના પોશ વિસ્તારમાં રહેતા સુખી સંપન્ન પરિવારની સગીર વયની દીકરીને ફસાવી ત્રણ ઇસમોએ દુષ્કર્મ આચર્યું હતું તેમજ ફોટો વિડીયો બનાવી સગીરાને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવ્યા અંગેનો ગુનો નોંધાયો હતો જે બનાવ મામલે પોલીસે આરોપી મિત ચંદુભાઈ શીરોહિયા અને આર્યન શબ્બીર સોલંકી એમ બે આરોપીને ઝડપી લીધા બાદ ત્રીજો આરોપી હર્ષ કાંતિભાઈ સાણંદીયાને પણ ઝડપી લીધો હતો જે ત્રણેય આરોપીના તા. ૧૩ સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા અને આજે રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેય આરોપીને જેલહવાલે કર્યા છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner