મોરબી અનલોક-1 દરમિયાન જિલ્લામાંથી કર્ફ્યુના ભંગ બદલ 16 લોકોની અટકાયત

0
80
/

મોરબી : અનલોક 1.0 લાગુ થયા બાદ રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરાવવામાં આવે છે. કોઈ ખાસ અને વ્યાજબી કારણ વગર કર્ફ્યુનો ભંગ કરવા બદલ મોરબી શહેર અને ટંકારામાંથી કુલ 16 લોકો સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિપુલ ધીરુભાઈ બાબરીયાએ રાત્રે 12 વાગ્યા સુધી લક્ષ્મીકાંત ટી સ્ટોલ નામની તેની ચા-પાનની દુકાન ખુલ્લી રાખતા તેની સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જયારે મોરબી સીટી એ. ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણજીતસિંહ પઢીયાર, બકુલ કિશોરભાઈ વાઘેલા, આનંદ દિનેશભાઇ જરોદયા, રમેશ વાઘજીભાઈ કગથરા, શાહરુખ યુનુસભાઇ મુલાણી, મુસ્તાક અબ્બ્દુલભાઈ ઓળિયા, યશપાલ રમેશભાઈ ચૌહાણ, વિક્રમ ઉર્ફે શંકર ધીરેન્દ્રભાઈ મકવાણાની રાત્રે મોડે સુધી કારણ વગર બહાર નીકળવા બદલ તેમજ દેવશી કાળું ટોયટાની મોડી રાત્રે બહાર નીકળી કેફી પીણું પીધેલી હાલતમાં રીક્ષા ચલાવવા બદલ અટકાયત કરેલ છે.

મોરબી સીટી બી. ડીવી. પોલીસ સ્ટેશનની હદમાં મયુરસિંહ પદ્યુમનસિંહ જાડેજા, ફઝલ યુનુસભાઇ ચોહાણ, રિયાઝ અલીભાઈ ચોહાણ, લાલજીભાઈ ચંદુભાઈ સનુરા, મહેશ લખમણ વરાણીયા તથા ભગવાનજીભાઈ ભુપતભાઇ મકવાણાની મોડી રાત સુધી બહાર નીકળવા કરવા બદલ અટકાયત કરી કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/