મોરબીના બેલા ગામે ફરી દારૂ નો ધંધો !!

0
235
/

મોરબી : મોરબીના બેલા ગામે ફરી દારૂની રેલમછેલ શરૂ થઈ ગઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. અગાઉ પોલીસને રજુઆત કરતા બે-ત્રણ દિવસ દારૂના વેચાણ ઉપર બ્રેક લાગી હતી પણ હવે ફરી દારૂના હાટડા શરૂ થઈ ગયા છે.

બેલા ગામના મેહુલભાઈ આચાર્યના જણાવ્યા અનુસાર બેલા ગામે દેશી દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. અગાઉ ચારેક દિવસ પૂર્વે ગ્રામજનોએ દેશી દારૂના વેચાણ સામે પોલીસને રજુઆત કરી જો 8 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો જનતા રેડ પાડવાની ચીમકી ઉચ્ચારી હતી. આ રજૂઆતને પગલે દારૂના વેચાણ ઉપર બેથી ત્રણ દિવસ બ્રેક લાગી હતી. ત્યારબાદ આજે ફરી એક મહિલા ખુલ્લેઆમ દેશી દારૂ વેચી રહી છે. જે અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. ગ્રામજનોએ 8 દિવસની મુદત આપી હતી એ બેથી ત્રણ દિવસમાં પૂર્ણ થાય છે. જો ત્યારબાદ દારૂ વેચાતો હશે તો ગ્રામજનો જનતા રેડ કરશે.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/