મોરબી : શાળામાં સતત ગેરહાજર રહેતા શિક્ષિકાની સેવા સમાપ્ત કરવાનો આદેશ

0
105
/
/
/

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા લાંબા સમય બાદ ઉદાહરણ રૂપ કડક કાર્યવાહી કરાઈ

મોરબી : મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં અમુક શિક્ષકો શાળાએ હાજર રહેવાને બદલે ઘેરહાજર રહેતા હોવાથી સરકારી શાળાનું શિક્ષણ કથળતું હોવાની અનેક વખત ફરિયાદો સામે આવે છે.ત્યારે વાંકાનેર તાલુકાના પીપરડી ગામની શાળાના શિક્ષક વારંવાર ગેરહાજર રહેતા હોવાથી અગાઉ અનેક નોટિસો ફટકારી હતી.પણ આ શિક્ષકા મહાશયે નોટીસનો પણ ઉલાળીયો કરી દેતા અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ શિક્ષકાની સેવા સમાપ્તિનો આદેશ આપ્યો છે.

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે પીપરડી પ્રાથમિક શાળાની શિક્ષકાની ગેરહાજરી સબબની વારંવાર નોટિસ ફટકરવામાં આવી હતી છતાં પણ ફરજ પર ગેરહાજર રહી શિક્ષકાએ નોટીસનો જવાબ આપવાની તસદી સુધા લીધી ન હતી.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વર્તમાનપત્રમા જાહેર નોટિસ પ્રસિધ્ધ કરવામાં આવી હતી.તે અન્વયે પણ નિયત સમય મર્યાદામાં શિક્ષકા કર્મચારી દ્વારા કોઈજ જવાબ આપવામાં આવ્યો ન હતો. જેથી જાન્યુઆરી 2019થી અત્યાર સુધીની લાંબી ગેરહાજરી સબબ આ શિક્ષકાની સેવા સમાપ્ત કરવાનો આદેશ કરવાનો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે આદેશ આપ્યો છે.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ શિક્ષકા વારંવાર શાળામાં ગેરહાજર રહેતા હતા.તેથી શાળામાં બાળકોનું શિક્ષણ ખોરવાતું હતું.આ બાબત ધ્યાને આવ્યા બાદ શિક્ષણ તંત્રએ નોટિસ ફટકારી હતી તેમ છતાં શિક્ષિકાએ પોતાની મનમાની ચાલુ રાખતા અંતે શિક્ષણ તંત્રએ આ કડક કાર્યવાહી કરી હતી.લાંબા સમય બાદ આ કડક કાર્યવાહી થતા હવે ગેરહાજર રહેતા અન્ય શિક્ષકો માટે આ બાબત લપડાક સમાન બની રહેશે.જે શિક્ષકો અવારનવાર કોઈ પણ જાતની રજા મંજૂર કરાવ્યા વગર ફરજ પર ગેરહાજર રહેતા હોય તેવા તમામ શિક્ષકોને કારણે જ સરકારને ઓનલાઇન હાજરી પુરવા માટે ફરજીયાત કરી છે. જેના કારણે જ આવા બેજવાબદાર કર્મચારી સામે કાર્યવાહી કરવાની ફરજ પડી છે. તેવું મયુર એસ.પારેખ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner