મોરબી તાલુકા પંચાયતની સીટ ૯-ખાખરાળા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવતા જ્યોત્સ્નાબેન પ્રફુલભાઇ હોથી

0
340
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: તાલુકા પંચાયતની સીટ ૯-ખાખરાળા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવતા જ્યોત્સ્નાબેન પટેલ દ્વારા દાવેદારી નોંધાવવામાં આવેલ છે.

મોરબી તાલુકા સરપંચ એસોસીએશન ના પ્રમુખ અને તમામ સમાજ તમામ વર્ગમાં પોતાના સેવાકર્યો થી જાણીતા શ્રી પ્રફુલભાઇ હોથીના ધર્મપત્ની શ્રીમતી જ્યોત્સ્નાબેન હોથી એ હાલ મોરબી તાલુકા પંચાયતની સીટ ૯-ખાખરાળા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયુ છે. ખેવાળીયાવાળી માં મેલડી ના દર્શન કરી ખેવાળીયા ગામના સરપંચ (મોરબી તાલુકા સરપંચ એસોસીએશન ના પ્રમુખ) શ્રી પ્રફુલભાઈ હોથી તથા તેમના ધર્મપત્ની શ્રીમતી જ્યોત્સનાબેન હોથી એ તાલુકા પંચાયતની સીટ ૯-ખાખરાળા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવતા તેમના મિત્રવર્તુળમાંથી સહકારનો અવાજ ઉઠી રહ્યો છે કારણ કે કોઈપણ સમાજ હોય કે કોઈ પણ જ્ઞાત હોય જરૂરિયાતમંદોને મદદરૂપ થવામાં પ્રફુલભાઇ હોથી હરહંમેશ આગળ રહી સેવાકાર્યો કરતા આવ્યા છે ત્યારે હાલ મોરબી તાલુકા પંચાયતની સીટ ૯-ખાખરાળા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવતા જ્યોત્સ્નાબેન પ્રફુલભાઇ હોથી ને તેમના સમર્થકો તરફથી જબરો પ્રતિસાદ અને આવકાર મળી રહયાનું જોવા મળી રહ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/