તાપી : દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈડેમે તેની સંપૂર્ણ સપાટી વટાવી દીધી

0
11
/

તાપી: તાજેતરમા દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈડેમે તેની સંપૂર્ણ સપાટી વટાવી. ઉકાઈડેમ તેની ભયજનક સપાટી 345 ફૂટ પર પહોંચ્યો.

ડેમની હાલની સપાટી 345.00 ફૂટે પહોંચી છે. ચાલુ સિઝનમાં પ્રથમવાર ઉકાઈડેમ 100 ટકા ભરાઈ ગયો. અત્યારે ડેમમાં 6,237 ક્યુસેક પાણીની આવક થઈ છે.ઉકાઇ ડેમમાંથી હાલ હાઇડ્રો યુનિટ અને કેનાલ વાટે 6,237 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો ઉકાઈડેમ સંપૂર્ણ ભરાઈ જતા દક્ષિણ ગુજરાતના લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.દક્ષિણ ગુજરાતના તાપી, સુરત નવસારી, વલસાડ વગેરે જિલ્લાના ખેડૂતો તેમજ લોકો માટે આવનારા બે વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉકાઈડેમમાં સંગ્રહિત થઈ ચૂક્યો છે.ઉકાઈડેમ સંપૂર્ણ ભરાઈ જતા ખાસ કરીને ઉકાઈ ડેમ આધારિત સિંચાઇ સુવિધા મેળવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/