તાપી: વ્યારા વિરપુરમાં પત્નીએ જ ઓઢણીથી ગળે ટૂંપો આપી પતિની હત્યા કરી હતી

0
65
/

હાલ તાપી જિલ્લાના  વ્યારા તાલુકાનાં વિરપુર ગામે ઝઘડાળુ પત્નીએ જ ગળે ટૂંપો આપી પતિની હત્યા કર્યા બાદ તેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીએ એવું જુઠ્ઠાણું ચલાવ્યું હતુ કે પતિએ જાતે ગળે ફાંસો ખાધો હતો અને પછી બુમ પાડતા જઇને બચાવવા માટે નીચે ઉતાર્યા હતા. આ કેસમાં પોલીસે પહેલા પત્ની સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યા બાદ હત્યાની કલમનો ઉમેરો કરી તેની ધરપકડ કરી હતી.

તાપી ના વ્યારા તાલુકાનાં વિરપુર ગામે પુલ ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા એક બાળકના પિતા મહેશભાઈ પ્રભુભાઈ ગામીત (ઉ.વ.૪૦) અને તેની ઝઘડાળું સ્વભાવની પત્ની શર્મીલાબેન (ઉ.વ.૩૫) વચ્ચે બનતું ન હોય અવાર નવાર ઝઘડો થતો હતો. ચાર દિવસ પહેલા સાંજે ૪ થી ૫ -૩૦ વાગ્યાના સમયગાળામાં પત્ની શર્મિલાના માસિક ત્રાસથી કંટાળી જઈને મહેશભાઈએ ઘરમાં આડીયા સાથે દોરડું બાંધી આપઘાત કર્યાની ફરિયાદ ગામના ડેપ્યુટી સરપંચ વિપુલભાઈ પ્રવીણભાઈ ચૌધરીએ આપી હતી. જેથી પોલીસે મૃતકની પત્ની શર્મિલા સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, અવાર નવાર થતા ઘર કંકાસથી કંટાળીને પતિ મહેશ ગામીત ઘરમાં સુતેલો હતો ત્યારે પત્ની શર્મિલા તેના પીઠ ઉપર બેસી ગઈ હતી અને ઓઢણીના ટુકડા વડે ટૂંપો આપી હત્યા કરી હતી. મહેશના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ગળે ફાંસો આપવાથી મોત થયાનું ખુલ્યું હતુ. આ હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ પત્નીએ કરતા પોલીસે તેની સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/