મહારાષ્ટ્રમાં પત્નીને મોતને ઘાટ ઉતારી મોરબીમાં છુપાયેલા શખ્સને દબોચી લેવાયો

0
182
/

મોરબી એલસીબી અને મહારાષ્ટ્રના અમરાવતીની પોલીસ ટીમ દ્વારા સયુંકત કાર્યવાહી

મોરબી : મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાના રાજાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની પત્નિનું ખુન કરી મોરબી આવી ગયેલા નરાધમ પતિને મોરબી
એલ.સી.બી. તથા મહારાષ્ટ્ર પોલીસે સયુંકત કામગીરી કરી ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ અધિક્ષક મોરબી ડો.કરનરાજ વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના આર.ટી.વ્યાસ અને ટીમે મહારાષ્ટ્રના રાજાપીઠ પોલીસ
સ્ટેશનમાં ફર્સ્ટ ગુન્હા રજીસ્ટર નંબર ૧૧૬/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૦૨ના કેસમાં આરોપી કમલેશભાઇ અજાબરાવ ધુલે ઉ.વ.૩૫ રહે. મોરબી નવલખી રોડ,ન્યુ રેલ્વે કોલોની આગળ, સંકટ મોચન હનુમાનના
મંદિરમાં, મુળ રહે,અમરાવતી,આદર્શ નગર થાણા -રાજપીઠ પોલીસ સ્ટેશન જી.અમરાવતી
(મહારાષ્ટ્ર) વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો.

વધુમાં આરોપી પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોય મહારાષ્ટ્ર પોલીસ આ શખ્સને શોધવા માટે મોરબી આવેલ જેની સાથે મોરબી એલ.સી.બી.એ
મદદમાં રહી ઉપરોકત ખુનના આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે રાજાપીઠ પો.સ્ટે.અમરાવતી (મહારાષ્ટ્ર) પોલીસને સોંપી આપ્યો હતો.

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/