મોરબીના પબ્લિક યુરિનલ માં લાગી પાકિસ્તાન મુર્દાબાદ સૂત્ર સાથેની ટાઇલ્સ

0
309
/

સામાકાંઠા વિસ્તારના શોપિંગ સેન્ટરમાં પાકિસ્તાનનો જબરદસ્ત વિરોધ

મોરબી : જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આંતકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થતા પાકિસ્તાન પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે ત્યારે મોરબીમાં પાકિસ્તાનનો જબરદસ્ત વિરોધ કરવા જાહેર યુરિનલમાં પાકિસ્તાન મુર્દાબાદના સૂત્ર સાથેની ટાઇલ્સ લગાવી પાકિસ્તાનને તેની ઓકાત બતાવવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફના જવાનો શહિદ થવાની ઘટના બાદ ચોતરફ પાકિસ્તાન ઉપર ફિટકાર વરસી રહ્યો છે જેમાં મોરબીના ટ્રાન્સપોર્ટર દ્વારા કાશ્મીરનું ટ્રાન્સપોર્ટેશન બંધ કરવામાં આવ્યાની સાથે – સાથે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના સ્લોગન બિલ બુક સહિતના સાહિત્ય ઉપર છાપી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સિરામિક ટાઇલ્સના ઉત્પાદકો દ્વારા પાકિસ્તાન મુર્દાબાદની ટાઇલ્સ બનાવ્યા બાદ આજે સામાકાંઠા વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરમાં જાહેર યુરિનલમાં પાકિસ્તાન મુર્દાબાદ સૂત્ર વાળી ટાઇલ્સ લગાવી પાકિસ્તાન પ્રત્યે જબરદસ્ત આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે

 

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/