વાંકાનેર : મારામારી સહિત 8 ગંભીર ગુનામાં સંડોવાયેલો શખ્સ બંદૂક સાથે ઝડપાયો

50
263
/

વાંકાનેરમાં મિત્રના લગ્ન પ્રસંગમાં દારૂ ઢીચીને આવી યુવાન પર હુમલો કરીને નાસી છૂટ્યો હતો

વાંકાનેર : વાંકાનેરના જેતપરડા ગામે મિત્રના ભાઈના લગ્ન પ્રસંગે દારૂ ઢીચીને આવેલા થાનના મોરથરાના કુખ્યાત શખ્સે વગર વાંકે યુવાન પર છરી હુમલો કરી ઝપાઝપી દરમિયાન તેની પાસે રહેલી ગેકાયદે પિસ્તોલ પડી જતા તે ફરાર થઈ ગયો હતો.બાદમાં વાંકાનેર પોલીસે આ શખ્સને બંદૂક સાથે દબોચી લીધો હતો.

આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર થાનના મોરથરા ગામેરહેતો નવઘણ વેરશી દેગામાં નામનો શખ્સ વાંકાનેરના જેતપરડા ગામે રહેતા તેના મિત્રના ભાઈના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો. આ શખ્સ દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેને નશાની હાલતમાં લખાણ ઝળકાવ્યા હતા.અને વગર વાંકે બાબુ કરશન માલકીયા પર છરીથી હુમલો કર્યો હતો.એ દરમિયાન માથાકૂટ થતા ઝપાઝપી થઈ હતી.આ ઝપાઝપી દરમિયાન નવઘણ દેગામાં પાસે રહેલા 32 બોરની 3 જીવતા કારતુસ ભરેલી પિસ્તોલ પડી ગઈ હતી.બાદમાં આ શખ્સ નાસી છૂટ્યો હતો.આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસે ગેરકાયદે બંદૂકને કબજે કરી અરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ અરોપીને દબોચી લીધો હતો.પોલીસની તપાસમાં આ શખ્સે મારામારી ઉપરાંત 8 જેટલા ગંભીર ગુના આચર્યા હોવાનું ખુલ્યું હતું.પોલીસે આ હથિયાર ક્યાંથી મળ્યું અને ક્યાંકયા ઉપયોગ કર્યો તે અંગેની વિગતો બહાર લાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

50 COMMENTS

Comments are closed.