વાંકાનેરમાં IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો શખ્સ પકડાયો ૨૦ હજારનો મુદ્દામાલ જપ્ત

    0
    0
    /

    આઈપીએલ પર ઓનલાઇન હારજીતનો જુગાર રમતા અને સટ્ટો રમાડતા તત્વો સામે વાંકાનેર સીટી પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે બાતમીના આધારે ગાયત્રી મંદિર પાસે, આરોગ્યનગર ઢાળિયા વિસ્તારમાં દરોડો પાડીને એક જુગારીને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેની સાથે ફોન પર સોદા કન્ફર્મ કરનાર અન્ય એક શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

    મળતી માહિતી મુજબ, વાંકાનેરના આરોગ્યનગર ઢાળિયા ઉપર રહેતો ૨૪ વર્ષીય સન્ની જયંતીભાઇ માણસુરીયા પોતાના મોબાઇલ ફોન પર રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી ટી-૨૦ ક્રિકેટ મેચમાં રનફેર અને હારજીત પર રૂપિયાની બાજી લગાવી જુગાર રમતો હતો. પોલીસે દરોડો પાડી આરોપી સન્નીને તેના મોબાઇલ ફોન પર વાતચીત કરી અન્ય આરોપી (મોબાઇલ નંબર ૯૨૭૪૧ ૧૪૫૪૫ નો ધારક) ને સોદા લખાવતા પકડી પાડ્યો હતો. પોલીસને આરોપી પાસેથી સોદો લખેલી એક ચિઠ્ઠી અને રૂપિયા ૨૦,૦૦૦ ની કિંમતનો સ્માર્ટફોન મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂપિયા ૨૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય આરોપી સન્નીની ધરપકડ કરી હતી, જ્યારે સોદા લેનાર અને ક્રિકેટ સટ્ટાના આ નેટવર્કમાં મદદગારી કરનાર બીજા અજાણ્યા નંબરના ધારક આરોપીને પકડવા માટે વાંકાનેર સીટી પોલીસે શોધખોળ શરૂ કરી છે.

    વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

    તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

    અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

    /