માળિયા હાઈવે હોટેલ ગ્રાઉન્ડમાં માટી ભરેલા ટ્રકમાંથી દારૂ ઝડપાયો, ૩૪.૨૧ લાખનો મુદામાલ જપ્ત

0
2
/

મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર આવેલ હોટેલના ગ્રાઉન્ડમાં સફેદ માટી ભરેલા ટ્રકમાં અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૪૬૮ બોટલ અને ૨૩૨ નંગ ચપલાનો જથ્થો ઝડપી લઈને પોલીસે ટ્રક સહીત કુલ રૂ ૩૪.૨૧ લાખનો મુદામાલ કબજે લીધો છે ટ્રક ચાલક મળી આવ્યો ના હતો

માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી કચ્છ નેશનલ હાઈવે પર વિદરકા ગામના પાટિયા પાસે આવેલ ડીસન્ટ હોટેલના ગ્રાઉન્ડમાં ટ્રક ટ્રેઇલર આરજે ૧૯ જીઈ ૯૧૧૪ વાળીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેથી ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો રેઢા પડેલા ટ્રકની તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની દારૂની ૪૬૮ બોટલ કીમત રૂ ૩,૭૦,૪૧૬ અને ૨૩૨ નંગ ચપલા કીમત રૂ ૫૦,૮૮૦ મળીને રૂ ૪,૨૧,૨૯૬ નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો

પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક ટ્રેઇલર સહીત કુલ રૂ ૩૪,૨૧,૨૯૬ નો મુદામાલ કબજે લીધો છે ટ્રક ટ્રેઇલર ચાલક નાસી ગયો હતો જેથી માળિયા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/