
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની ચર્ચામાં સતવારા સમાજના અગ્રણીઓના નામો રેસમાં જોવા મળતા હતા જોકે આખરે મેયર અને ડેપ્યુટી મેયર ચુંટણી થઇ ચુકી છે જેમાં સતવારા સમાજને ક્યાય સ્થાન મળ્યું નથી એટલું જ નહિ સ્ટેન્ડિંગ કમિટીમાં ૧૨ સભ્યોમાં પણ સતવારા સમાજનો છેદ ઉડાડી દેતા નારાજગી જોવા મળી રહી છે
મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયરની સીટ ઓબીસી સમાજ માટે અનામત હોવાથી વાણંદ સમાજના યુવા ચહેરાને મેયરનો તાજ પહેરાવવામાં આવ્યો છે તેમજ ડેપ્યુટી મેયરમાં સોની સમાજને સ્થાન મળ્યું છે તેમજ સ્ટેન્ડિંગ કમિટીમાં પાટીદાર સમાજના અગ્રણીને ચેરમેન પદ આપવામાં આવ્યું છે તેમજ સ્ટેન્ડિંગ કમિટીના કુલ ૧૨ સભ્યોમાં પાટીદાર સમાજનો દબદબો જોવા મળી રહ્યો છે પરંતુ સતવારા સમાજને ક્યાય સ્થાન મળ્યું નથી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડક જેવા મહત્વપૂર્ણ પદોમાં ક્યાય સતવારા સમાજને પ્રતિનિધિત્વ મળ્યું નથી અને સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેનને બાદ કરતા ૧૧ સભ્યોનો સમાવેશ કરી સકાય તેમ હતું પરંતુ તેમાં પણ પાટીદાર સમાજને મહત્વ આપી સતવારા સમાજની બાદબાકી કરવામાં આવી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
























