મોરબી જીલ્લામાં વેકસીન પ્રિવેન્ટેબલ ડીસીઝ બાબતે વર્કશોપ યોજાયો

0
258
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રસીકરણ દ્વારા અટકાવી સકાય તેવા રોગોસામે આરોગ્ય તંત્રની યુદ્ધનીતિ અમલમાં

સામાન્ય રીતે રસીકરણ કરીને અટકાવી સકાય તેવા રોગોને અટકાવવા માટે રસીકરણ કામગીરી ખુબ જ ઘનિષ્ઠ પ્રમાણમાં મોરબી જીલ્લામાં ચાલી રહી છે છતાંપણ રસીકરણ કામગીરીમાં કોઈ ક્ષતિઓ રહી હોય તે દુર કરવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબી જીલ્લામાં વેકસીન પ્રિવેન્ટેબલ ડીસીઝ બાબતે યોજાયેલ વર્કશોપમાં આયોજન અંગેની ખામીઓ દુર કરી રસીકરણ કામગીરીને ખુબ જ સારી થાય થાય અને મોરબી જીલ્લામાં રસીકરણ કરીને અટકાવી સકાય તેવા ડીપ્થેરિયા, પર્તુસીસ, ટીટેનસ (ધનુર) જેવા રોગોને અટકાવવામાં સફળતા મળે તે માટે વર્કશોપમાં જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જીલ્લા પંચાયતના સભાખંડમાં વી પી ડી સર્વેલન્સ વર્કશોપમાં જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા તેમજ અધિક આરોગ્ય અધિકારી ડો. ડી વી બાવરવા, જીલ્લા આર સી એચ અધિકારી ડો. વી એલ કારોલીયા તેમજ આરોગ્ય શાખાના અધિકારીઓ, મેડીકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા આ સમયે ડબલ્યુ એચ ઓ ના પ્રતિનિધિ ડો. અમોલ ભોસલેએ આગામી સમયમાં વેક્સીનથી અટકાવી સકાય તેવા રોગોને અટકાવવા માટે શું કરવું તે અંગેની યુદ્ધનીતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/