મોરબી : લીફ્ટ લેવી મોંઘી પડી, અજાણ્યા વાહનચાલકે છરીની અણીએ લૂંટ ચલાવી

65
404
/

બાઈકમાં લીફ્ટ આપી છરીની અણીએ ચલાવી લૂંટ

૨૧૦૦૦ રોકડ અને મોબાઈલ સહીત ૨૨ હજારની લૂંટમોરબીના પીપળી ગામે રહેતા ૭૦ વર્ષીય પટેલ વૃદ્ધને એક ઇસમેં મોટરસાયકલમાં લીફ્ટ આપ્યા બાદ અવાવરૂ જગ્યાએ લઇ જઈને છરી બતાવી વૃદ્ધ પાસેથી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી આરોપી નાસી ગયો છે જે બનાવની તાલુકા પોલીસે નોંધ કરી તપાસ ચલાવી છે

મૂળ મોરબીના રાજપર કુંતાસી ગામના રહેવાસી અને હાલ પીપળી ગામે રહેતા વલમજીભાઈ મોતીભાઈ પનારા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે વિરાટનગર નજીક અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે અને રોજ એસટી બસમાં પોતાના ગામથી દુકાને પહોંચતા હોય જોકે ગઈકાલે તેઓ બસ ચુકી ગયા હતા અને એક અજાણ્યો મોટરસાયકલ ચાલકે તેને દુકાને છોડી દેવાનું કહીને લીફ્ટ આપી હતી અને બાદમાં બેલા ગામ નજીક ખોખરા હનુમાન તરફ જવાના રસ્તે આરોપીએ મોટરસાયકલ ઉભું રાખી વૃદ્ધને ફડાકો ઝીંકી દઈને છરી બતાવી હતી અને ફરિયાદી વૃદ્ધ પાસે રહેલ પાકીટ અને મોબાઈલ આપી દેવા જણાવ્યું જેથી વૃદ્ધે પાકીટ જેમાં આધારકાર્ડ, ચુંટણીકાર્ડ તેમજ ૨૧ હજાર રોકડ અને એક મોબાઈલ ૧૦૦૦ કિમતનો એમ ૨૨ હ્જારની મત્તાની લૂંટ ચલાવી આરોપી નાસી ગયો છે મોરબી તાલુકા પોલીસે લૂંટના બનાવ અંગે ગુન્હો નોંધી અજાણ્યા વાહનચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

65 COMMENTS

Comments are closed.