મોરબીની પી જી પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓ જીલ્લામાં પ્રથમ

0
309
/

બી કોમ અને બીબીએમાં કોલેજની વિદ્યાર્થીનીઓ જીલ્લા પ્રથમ

તાજેતરમાં જાહેર થયેલ બી કોમ સેમેસ્ટર ૬ ની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે જેમાં ફરી એક વખત પી જી પટેલ કોમર્સ કોલેજ સમગ્ર જીલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહી છેબી કોમ સેમેસ્ટર ૬ માં પી જી પટેલ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની આદ્રોજા અવની હરેશભાઈએ ૭૯.૬૬ ટકા સાથે સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે નોંધનીય છે કે ગત વર્ષે પણ બીકોમના ત્રણેય વર્ષમાં મોરબી જીલ્લામાં પ્રથમ પીજી પટેલ કોલેજના વિદ્યાર્થીઓ જ રહ્યા હતા તથા બી બી એ ના ત્રણેય વર્ષમાં પણ પી જી પટેલ કોલેજના વિદ્યાર્થીઓ રહ્યા હતાપી જી પટેલ કોલેજ મોરબીની એકમાત્ર એવી કોલેજ છે જે કોલેજના વિદ્યાર્થીઓ દર વર્ષે ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરીર રહ્યા છે તેમજ યુનીવર્સીટી ટોપ તેનમાં પણ સ્થાન મેળવી રહ્યા છે

આ તકે વિદ્યાર્થીઓએ સમગ્ર પરિણામ માટે અનુભવી સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો કોલેજમાં ૪૦ થી વધુ વર્ષોનો અનુભવ ધરાવનાર અંગ્રેજીના પ્રાધ્યાપક જીનદાસ ગાંધી, અનિલભાઈ કંસારા સહિતના પ્રોફેસરો પાયાના પથ્થર સમાન છેબીકોમ સેમ છ માં જીલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીએ સેમ ૫ માં એકાઉન્ટ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા હતા તથા પાયક રોઝીના નામની વિદ્યાર્થીનીએ પણ એકાઉન્ટમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા હતા જે હાલ મોરબી જીલ્લામાં બીજા નંબર પર છે

તાજેતરમાં બીબીએ સેમ ૬ ના પરિણામ જાહેર કરાયા છે જેમાં મોરબીની પીજી પટેલ કોલેજની વિદ્યાર્થીની કાનાબાર મૈત્રી કિશનભાઈએ મોરબી જીલ્લા પ્રથમ સ્થાન મેળવી મોરબી અને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે જયારે એમકોમ સેમ ૩ માં સૌરાષ્ટ્ર યુનીમાં ત્રીજા નંબરે કોલેજની વિદ્યાર્થીની કાનાબાર કિંજલ રહી હતી

આ તકે સંસ્થા પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, પ્રિન્સીપાલ ડો. રવીન્દ્ર ભટ્ટે સમગ્ર સ્ટાફની મહેનતને બિરદાવી હતી અને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા તે ઉપરાંત સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના ભૂતપૂર્વ વીસી ડો. પ્રતાપસિંહ ચૌહાણ પણ કોલેજની મુલાકાતે આવેલ અને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/