(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: સામાકાંઠે ફ્લોરા હોમ્સની સામે અને મહેન્દ્રનગરમાં આવતું વૃંદાવનપાર્ક ના બહેનો દ્વારા બપોરે 1 બાદ ઘરથી બહાર ન નીકળવાની આવકારદાયક પહેલ કરવામાં આવી હોવાના સમાચાર છે
પ્રાપ્ત વિગતો અનુસાર હાલ માં જે કોરોના મહામારી ચાલી રહી હોવાથી જિલ્લાના દરેક વિસ્તારોમાં લોકો સાવચેતીના પગલાં સ્વયંભૂ રીતે લઇ રહયા છે ઉલ્લેખનીય છે કે આજે સોમવારે બપોર સુધીમાં જાહેર કોરોના કેસનો છેલ્લો આંક 180 સુધી પહોંચી ગયો છે આથી હવે લોકડાઉન તો નહિ પરંતુ સ્વયંભૂ રીતે લોકો સાવચેતી અને સાવધાની ના પગલાં લઇ રહયા છે ત્યારે વૃંદાવન પાર્કના પ્રમુખ ભરતભાઈ જસાણીએ આપેલ માહિતી મુજબ જેમાં મોરબીના સામાકાંઠે ફ્લોરા હોમ્સની સામે અને મહેન્દ્રનગરમાં આવતું વૃંદાવનપાર્ક ના બહેનો દ્વારા બપોરે 1 બાદ ઘરથી બહાર ન નીકળવાનો સંકલ્પ લઈ અન્ય લોકોને પણ પ્રેરણા આપેલ છે વૃંદાવન પાર્ક ના બહેનો દ્વારા લેવાયેલ આ નિર્ણયની પ્રશંશા સાથે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તેમને બિરદાવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide