હળવદના બ્રાહ્મણી-1 ડેમમાં એક હજાર ક્યુસેક પાણીની આવક થઈ

0
29
/
હાલ ડેમમાં 16 ફૂટ પાણી છે, જે 27 ફુટે ઓવર ફલો થાય છે

હળવદ : તાજેતરમા હળવદમાં પાછલા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને કારણે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ ડેમમાં અડધો ફૂટ એટલે કે એક હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

હળવદમાં થોડા દિવસથી મેઘરાજાએ વિરામ લીધા બાદ પાછલા બે દિવસથી દરરોજ વરસાદી માહોલ જામે છે. જો કે આ જે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોમાં ક્યાંકને ક્યાંક ખુશી જોવા મળી રહી છે. સાથે જ વરસેલા વરસાદને કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. ત્યારે હળવદ તાલુકાના ગોલાસણ પાસે આવેલ બ્રાહ્મણી-૧ ડેમમાં નવા નીરની આવક નોંધાઇ છે. બે દિવસમાં વરસેલા વરસાદને લઇ બ્રાહ્મીણી-૧ ડેમમાં એક હજાર કયુસેક પાણીની આવક થઈ છે એટલે કે હાલ ડેમમાં અડધો ફૂટ પાણી આવ્યું છે. બીજી તરફ ડેમની સપાટીની વાત કરવા જઈએ તો હાલ બ્રાહ્મણી-1 ડેમની સપાટી ૧૬ પર છે. જો કે બ્રાહ્મણી-૧ ડેમ ૨૭ પર ઓવરફલો થઈ જતો હોય છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/