હળવદના માથક ગામે વાડીના રસ્તા બાબતે મનદુઃખમાં ધમકીની ફરિયાદ

0
47
/

હળવદ: તાજેતરમા હળવદના માથક ગામે વાડી ચાલવાના રસ્તા મુદે ચાલતા મનદુઃખમાં બે ઇસમોએ આધેડને ગાળો આપી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે

હળવદના માથક ગામના રહેવાસી અશોકભાઈ બીજલભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે વાડીએ ચાલવાના રસ્તા બાબતે મનદુઃખ ચાલતું હોય અને તેને મામલતદાર કોર્ટ હળવદમાં કેસ ચાલી જતા ફરિયાદીને વાડીનો રસ્તો ચાલુ કરવા હુકમ થયેલ હોય જે રસ્તો ચાલુ કરવા જતા આરોપી પ્રેમજી અરજણ પરમાર અને ગોરધન અરજણ પરમાર રહે બંને માથક વાળાએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી ટાંટિયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/