મોરબી : હાલ મોરબીમાં આયારામ ગયારામનો સિલસિલો યથાવત રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે છેલ્લી ઘડીએ આજે મોરબી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિતના 50થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ જતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.
મોરબીમાં આજે રાજકીય ભૂકંપ જેવી ઘટનામાં ટંકારા મતવિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ તેમજ 50થી વધુ આગેવાનો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.આપની મોટી ટીમ કોંગ્રેસમાં જોડાતા આગામી પાલિકાની ચૂંટણીમાં નવા જૂની થવાના એંધાણ પણ મળી રહ્યા છે તો કેટલાક કોંગ્રેસીઓમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મોરબી પાલિકાની ગત ચૂંટણીમાં ધોકો પછાડી વિકાસ સમિતિ તરીકે અલગ ચોકો રચી બહુમત છતાં કોંગ્રેસને સતાથી અળગી રાખનાર મહેશ રાજ્યગુરુ અને તેમની ટીમ લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગઈ હતી અને મહેશ રાજ્યગુરુ તો મોરબી શહેર આપ પ્રમુખ તરીકે કાર્યરત બની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા રણનીતિ બનાવી હતી પરંતુ આજે અચાનક જ તેમને આમ આદમી પાર્ટીને અલવિદા કરી કોંગ્રેસ સાથે જોડાણ કરતા પાલિકાની ચૂંટણી પૂર્વે આપ ને ફટકો પણ પડ્યો છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...