[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી શહેરમાં તાજેતરમાં માનવતાને કલંકિત કરતી ઘટનામાં યુવતીએ પોતાની ઓફિસમાં માર્કેટિંગ માટે કામે રાખેલા યુવાન પગાર ન ચૂકવી અનુસૂચિત જાતિ સમાજના યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી ચામડાના પટ્ટા વડે માર માર્યા બાદ યુવતીએ પગાર આપવાને બદલે પોતાનું પગરખું યુવાનના મોઢામાં લેવડાવવાની ઘટનામા ગુનેગારોને કડકમાં કડક સજા આપવા એબીબીપીએ માંગ કરી છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક નિવેદન જાહેર કરી આ સમગ્ર ઘટના ને વખોડે કાઢી જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના સમાજજીવન માટે કલંકિત કરતી ઘટના છે. આ ઘટના માં સંડોવાયેલ દરેક ગુનેગારોએ અમાનવીય કૃત્ય કરી ભારતીય બંધારણનું ઉલ્લંઘન કરેલ છે અને હ્યુમન રાઈટ્સના નિયમોની અવગણના કરેલ છે. મનસ્વી વર્તન કાયદાની અવગણના માટે અને સમાજમાં આવી ઘટના ફરી વાર ન બને તે માટે આ ઘટના માં સંડોવાયેલ ગુનેગારો ને કડક માં કડક સજા થાય તેવી તંત્ર પાસે માંગ કરે છે.વધુમાં સમાજમાં ભવિષ્યમાં આ ઘટના ફરી વાર ન બને તે હેતુ દરેક સામાજિક સંસ્થાઓ, સમાજના આગેવાનો એ સાથે મળી આગળ આવવું જોઈએ જેથી સમાજમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે .તેવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પોતાના નિવેદનમાં અંતમાં જણાવ્યુ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide