વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓ તા.1 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડ ઉપર

0
206
/

તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના ચકચારી પગરખા કાંડ મામલે આજે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે નામદાર મોરબી અદાલતમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચેય આરોપીઓને આગામી તા.1 ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી એટલે કે ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના અનુસૂચિત જાતિ સમાજના નિલેશભાઈ દલસાણીયા નામના યુવાનને પગારના બદલે ચામડાના પટ્ટાથી ઢોર માર મારી મોઢામાં પગરખું લેવડાવવાની કુચેષ્ઠા કરનાર રાણીબા ઇન્ડસ્ટ્રીઝની સંચાલિકા વિભૂતિ હિતેન્દ્રભાઈ સીતાપરા ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા અને પરીક્ષિત ભગલાણી અને ડી.ડી.રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ સૌ પ્રથમ ડી.ડી.રબારી પોલીસના શરણે આવ્યા બાદ ગઈકાલે રાણીબા સહિતના ત્રણ આરોપીઓ અને આજે વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા તમામને નામદાર મોરબી અદાલત સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગ સાથે તપાસનિશ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/