સામખીયાળી 3 ના વિસ્તારની શ્રી પી.બી. છાડવા હાઈસ્કૂલમાં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવા માં આવ્યું

0
1
/

[રિપોર્ટ: ગિરજાશંકર જોશી] ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી સામખિયારી મેડિકલ ઓફિસર ડો. હિરેન સાહેબ ના માર્ગદર્શન હેઠળ પી. એચ.સી. સામખીયાળી ની શ્રી પી.બી. છાડવા હાઈસ્કૂલ મા એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સી.એચ.સી. લાકડીયા ના ડેન્ટલ ડો. ઉર્વશીબેન, આર.બી.એસ.કે.ડો. મીનાબેન, પી એચ સી ના સુપરવાઇઝર ધવલભાઈ, એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરેન પાતર, સી એચ ઓ. સેજલબેન, એ. એન. એમ. મનિષાબેન, મ.પ.હે.વ. શામજીભાઈ તેમજ શાળાના આચાર્યાશ્રી જ્યોતિબેન પરમાર તેમજ તમામ સ્ટાફ ગણ અને આશા બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓનું આરબીએસકે ડોક્ટર મીનાબેન અને ડેન્ટલ ડોક્ટર ઉર્વશીબેન દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તેમજ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ટીડી વેક્સિન આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓના વજન ઊંચાઈ અને એચ.બી. ચેક કરવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં મહેંદી સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા નુ આયોજન કરવા મા આવ્યુ હતું,અને પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર આવનાર વિદ્યાર્થી ને સ્કુલ બેગ, પાણીની બોટલ, ફોલ્ડર ફાઇલ ,લંચ બોક્સ, ડોમ્સકિટ ,કંપાસ, એક્ઝામ પાઉચ, વોટરકલર, એક્ઝામ પેડ , અને ફુલ સ્કેપ બુક્સ, ઇનામ સ્વરૂપે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ દરેક ભાગ લીધેલ વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામ રૂપે બોલપેન આપવામાં આવી હતી આ સ્પર્ધામાં કુલ 53 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે વિદ્યાર્થીઓનું એચ.બી ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના આચાર્યાશ્રી તેમજ સ્ટાફ ગણ અને આયુષ્યમાન આરોગ્ય મંદિર સામખીયાળી 3 ના તમામ સ્ટાફ એ સહયોગ આપ્યો હતો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/