
ળવદમાં એક સામાજિક સંસ્થા દ્વારા યોજાયેલા ઝાલમુરી વિતરણ કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા અને વિરોધનો માહોલ સર્જાયો છે. કાર્યક્રમના પોસ્ટરમાં સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત ભાજપના આગેવાનોના ફોટા સાથે પોસ્ટ મૂકાતા લોકોમાં ભારે નારાજગી ફાટી નીકળી હતી.
પોસ્ટ વાયરલ થતા જ સોશિયલ મીડિયા યુઝરોએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. ડીઝલની અછત વચ્ચે ખેડૂતો કલાકો સુધી પેટ્રોલ પંપ ઉપર લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે ત્યારે આવા કાર્યક્રમોને લઈને લોકોએ સવાલો ઉઠાવ્યા હતા.
યુઝરોએ કોમેન્ટમાં લખ્યું કે, “જાલમુરીની જરૂર નથી, અત્યારે ખેડૂતને ડીઝલની જરૂર છે. જો સેવા કરવી હોય તો ડીઝલ વિતરણનો કાર્યક્રમ ગોઠવો.” કેટલાક લોકોએ કટાક્ષ કરતા લખ્યું કે, “દરેક પેટ્રોલ પંપ ઉપર ઝાલમુરી ખવડાવવાનો કાર્યક્રમ રાખો, કારણ કે દરેક ખેડૂત હાલ ત્યાં જ લાઈનમાં જોવા મળે છે.”
બીજી તરફ લોકોએ રોડની ખરાબ હાલત અને ડીઝલની સમસ્યા મુદ્દે પણ નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. “હળવદની પ્રજા હેરાન થાય છે, પહેલા રોડનું કામ કરો પછી આવા કાર્યક્રમો કરો” જેવી ટિપ્પણીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
























