નાના દહીંસરા ગામે મહાકાળી માતાજી મંદિરમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબી ટીમે ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરીમાં ગયેલ છત્તર અને રોકડ સહીત રૂ ૮૭ હજારનો મુદામાલ રીકવર કર્યો છે ઝડપાયેલ ઇસમેં અગાઉ કરેલ ચોરીની પણ કબુલાત આપી હતી
ગત તા. ૨૮-૦૫ ના રોજ માળિયા તાલુકાના નાના દહીંસરા ગામે શ્રી મહાકાલી માતાજી મંદિરમાં અજાણ્યા ઇસમેં પ્રવેશ કરી માતાજીને ચડાવેલા નાના મોટા છત્તર વજન ૪૦૦ ગ્રામ કીમત રૂ ૪૦,૦૦૦ ની ચોરી કરી નાસી ગયો હતો માળિયા પોલીસે ગામના ઉપસરપંચની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી એલસીબી ટીમે ચોરીના બનાવની તપાસ ચલાવત એક કાળા કલરના બાઈક જીજે ૩૬ એક્યું ૪૧૨૫ લઈને માળિયાથી રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસે એક ઇસમ નીકળવાનો હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી અને આરોપી કિશન સુરેશભાઈ જાની (ઉ.વ.૨૬) રહે મોરબી રવાપર ગામ બોની પાર્ક વાળાને ઝડપી લીધો હતો
આરોપી પાસેથી નાના મોટા છતર નંગ ૦૫ કીમત રૂ ૧૦,૦૦૦ અને રોકડ રૂ ૩૨,૦૦૦ તેમજ બાઈક કીમત રૂ ૪૦,૦૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૮૭ હજારનો મુદામાલ કબજે લીધો છે આરોપી વિરુદ્ધ અગાઉ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે તેમજ આરોપીએ અગાઉ ૨૮-૦૫ ના રોજ લુંટાવદર ગામે મોમાઈ માતાજી મંદિરમાંથી એક ચાંદી અને એક સોનાના છતરની ચોરી, બે માસ અગાઉ હળવદ બસ સ્ટેન્ડ પાસે મેલડી માતાજી મંદિરમાંથી ચાંદીના છતર ચોરી, ત્યારબાદ દશેક દિવસ પછી હળવદ લક્ષ્મીનારાયણ ચોકમાં મામાદેવ મંદિરમાં ચાંદીના દસથી અગિયાર છતર ચોરી અને ઘૂટું ગામથી માંડલ વચ્ચે આવેલ ખોડીયાર માતાજી મંદિરમાંથી ચાંદી અને સોનાના છતર ચોરીની કબુલાત આપી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide



















